અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન મેકેડ્રોનનો મોટો જથ્થો ઝડપાયો

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન મેકેડ્રોનનો મોટો જથ્થો ઝડપાયો
અરવલ્લી જિલ્લાના બે યુવકો દ્વારા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની પોલીસ ને મળી બાતમી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન મેકેડ્રોનનો મોટો જથ્થો ઝડપાયો બાતમી આધારે એસ ઓ જી ની ટીમે અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં વોચ ગોઠવી પોલીસ ની વોચ દરમિયાન બે યુવકો ને MD)મેકેડ્રોનનો 481 ગ્રામ 410 મિલીગ્રામ જથ્થા સાથે ઝડપી લીધા
પોલીસે રૂપિયા 48,94,100/- રૂપિયા ના મેકડ્રોન (MD)ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 49,05,120/ – ની વસ્તુઓ જપ્ત કરવામાં આવી અમદાવાદ ભક્તિ સર્કલ નિકોલ પોલીસ સ્ટેશન રોડ એચ.પી. પેટ્રોલ પંપ પાસે આવકાર હોમ્સ બિલ્ડીંગ વચ્ચે ઝડપાઈ ગયેલા બન્ને વ્યક્તિ ઓ મોડાસા ના હોવાનું બહાર આવ્યુ
(MD)મેફેડ્રોનની હેરાફેરી કરી રહેલા ઝડપાયેલ આરોપીઓના નામ
(૧)પિયુષભાઈ સોમાભાઈ પટેલ મોડાસા.
(૨)સચિનસિંહ પ્રફુલસિંહ પુવાર મોડાસા.
પોલીસ દ્વારા ઝડપી લેવાએલા બે આરોપીઓ પૈકી સચિન સિંહ પુવાર પાસેથી પ્રેસ નું ઓળખ પત્ર પણ મળી આવતા તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એન.ડી.પી. એસ. એક્ટની કલમ ૮ (સી) ૨૨ (સી)૨૯ મુજબ ડીસીબી પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.